Complaint Regarding TY B COM Result M S UNIVERSITY VADODARA

  • C. R. Paatil Contact Details, Address, Phone Number, Email ID, Whatsapp Number - Regarding TY B COM Result M S UNIVERSITY VADODARA
    Jogeshwari Maharaul on 2022-07-17 13:31:03

    નમસ્કાર
    સાહેબ,

    વંદેમાતરમ્ સાથે જણાવવા નું કે એમએસ યુનિવર્સિટીમાં 21 મે 2022 ના રોજ ટીવાય બીકોમ ની પરીક્ષા પૂરી થઈ ગઈ હોવા છતાં આજ દિન સુધી રીઝલ્ટ નહિ આપવાના લીધે તમામ વિદ્યાર્થીઓનું ઉચ્ચ અભ્યાસ માટેનું એડમિશન અટકી ગયેલ છે, અને વિદેશમાં માસ્ટર માટે એપ્લાય થયેલ તમામ વિદ્યાર્થીઓનું ટીવાય બીકોમ ના ફાઈનલ રિઝલ્ટ સબમીશન નહિ કરવાના કારણે પ્રોસેસ અટકાવી દીધો છે આમ ટીવાય બીકોમનું છઠ્ઠા સેમેસ્ટર નું રીઝલ્ટ જાહેર ના થવાના પ્રતાપે હજારો વિદ્યાર્થીઓના ભાવિ પર લટકતી તલવાર છે .

    અને વિદેશ માં દેવું કરી ફી ભરી ને બેઠેલા વાલીઓને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થાય તેવું હોય અને વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડે તેમ હોય આ વીકના એન્ડ સુધીમાં રીઝલ્ટ મળી જાય તેવી વિનંતી અન્યથા વિદેશ જવા માંગતા હજારો વિદ્યાર્થીઓ તેમજ એડમિશન વિના સ્થાનિક વિદ્યાર્થી ઓ નું ભાવી એક વર્ષ માટે થંભી જશે .....
    આપના સહકારની અપેક્ષા સાથે,
    આભાર.