Complaint Press Note

  • Sandesh News paper Contact Number - Press Note
    Rajesh Tilavat on 2017-10-11 18:40:37

    :- અખબારી યાદી :-
    ગુજરાત રાજય પંચાયત સેવા કર્મચારી મહામંડળ ઘ્વારા કર્મચારીઓ માટેના સરકારશ્રી મા પડતર રહેલ નીચે મુજબ ના પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવા માટે આજરોજ સરકારશ્રીમા ફરી વખત લેખિત રજુઆત કરેલ છે.
    1. ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર કર્મચારી ના કુટુંબ ના સભ્ય ને આશ્રીત તરીકે નોકરી મા નિમણુંક આપવાની નિતી ફરી શરુ કરવામા આવે.
    2. સને ૨૦૦૬ મા ફીકસ પગાર ની નિતી પહેલા બહોળા પ્રમાણ મા કર્મચારીઓ ની ભરતીમા મોટા ભાગે સ્વ. કર્મચારીઓ ના આશ્રીતો ને નિમણુંકો આપવામા આવેલ હોય,સને ૨૦૦૬ ની નિતી પહેલા ના તથા ત્યાર બાદ ના ફીકસ પગાર ના કર્મચારીઓ ને નિમણૂક ની તારીખ થી જ પુરા પગારમાં સમાવવા મા આવે.
    3. CPF ના બદલે GPF ચાલુ કરવા તથા ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન) નિયમો – ૨૦૦૨ હેઠળ આવરી લઇ તમામ કર્મચારીઓ ને પેન્શનપાત્ર ગણવામા આવે.
    4. પંચાયત વિભાગ હસ્તક ની કચેરીઓ મા સિનીયર કલાર્ક ની જગ્યા મંજુર કરવામા આવેલ છે જેને નાયબ ચીટનીશ સંવર્ગમા અપગ્રેડ કરી નાયબ મામલતદાર ના પગારઘોરણ સમકક્ષ કરવામા આવે તથા તે મુજબ આનુસાંગિક લાભો આપવામા આવે.
    5. સરકારશ્રીની ફીકસ પગાર ની નિતી અન્વયે કર્મચારી ની તરફેણમાં નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદા નો અમલ સત્વરે કરવામાં આવે તેમજ રાજય સરકાર ઘ્વારા નામ. સુપ્રિમ કોર્ટ મા કરવામાં આવેલ અપીલ સત્વરે પરત ખેંચવામાં આવે તેવી નમ્ર વિનંતિ છે.
    6. ગુજરાત વિકાસ સેવા વર્ગ-ર મા તાલુકા વિકાસ અઘિકારી તરીકે બઢતી મળવા માટે અગાઉ ની જોગવાઇ મુજબ સિનીયર કલાર્ક ને ફીડર કેડરમા સમાવવામા આવે તેમજ હાલ મા સિનીયર કલાર્કમાંથી બઢતી મેળવી નાયબ ચીટનીશ સંવર્ગમા ફરજ બજાવતા કર્મચારીઓ ને પણ સિનીયર કલાર્ક તરીકે ની તેમની સેવાઓ ને બઢતી માટેની ફીડર કેડર ના અનુભવ માટે ગણવામા આવે તથા નાયબ ચીટનીશ સંવર્ગનુ ઉચ્ચતર પગારઘોરણ ની પાત્રતા તારીખ થી અથવા નાયબ ચીટનીશ તરીકે બઢતી મળી હોય તે બે માં થી જે વહેલુ હોય તેને તાલુકા વિકાસ અઘિકારી ની બઢતી માટે અનુભવ મા ઘ્યાને લઇ બઢતીઓ આપવામા આવે તથા વિસ્તરણ અઘિકારી ( ખેતી ) તથા વિસ્તરણ અઘિકારી ( સહકાર ) ને તેમના વિભાગ મા બઢતી આપવામા આવે તથા તાલુકા વિકાસ અઘિકારી ની બઢતી માટેની ફીડર કેડરમાંથી તેમને બાકાત કરવામા આવે.
    7. કેન્દ્ર સરકાર ઘ્વારા કર્મચારીઓ ને ચુકવવામા આવતા મેડીકલ, ઘરભાડા ભથ્થુ, ઇત્યાદી તમામ ભથ્થાઓ મુજબજ તમામ કર્મચારીઓ ને આ ભથ્થાઓ ચુકવવામા આવે તેવી વિનંતિછે.
    8. કેન્દ્ર સરકાર ઘ્વારા જુલાઇ-૨૦૧૭ ના માસથી નિયત કરેલ મોંઘવારી ભથ્થુ સત્વરે રોકડમા ચુકવવા વિનંતિ.
    આમા ઉપર મુજબ ની રજુઆત આજરોજ શ્રી વિજયભાઇ રુપાણી, માન. મુખ્યમંત્રીશ્રી તથા શ્રી નિતિનભાઇ પટેલ, માન. નાયબ મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગુજરાત રાજય પંચાયત સેવા કર્મચારી મહામંડળ ઘ્વારા કરવામા આવેલ છે.

    મહામંત્રી પ્રમુખ

    પ્રતિ,
    તંત્રીશ્રી,
    સંદેશ
    અમદાવાદ – રાજયભરમા પ્રસિઘ્ઘ થતા આપશ્રીના તમામ દૈનિક વર્તમાનપત્રોમા વિના મુલ્યે આ અહેવાલ પ્રસિઘ્ઘ કરવા નમ્ર વિનંતિ છે.