Complaint રજુઆત

  • Sandesh News paper Contact Number - રજુઆત
    સંજય બારીયા on 2017-09-09 20:37:42

    પ્રતિ,
    રિપોર્ટરશ્રી/તંત્રીશ્રી,
    Sandesh news ચેનલ
    ગુજરાત
    જય ભારત સાથ જણાવવાનું કે નગરપાલિકાઓમાં વર્ગ 3/4 ના ફિક્સ પગાર કર્મચારીઓ જે તા. 16/02/2006 ના ઠરાવ ક્રમાંક: ખરચ/૨૦૦૨/૫૭/ઝ.૧ થી થયેલ જોગવાઈ મુજબ નિયત ભરતી પ્રક્રિયા દ્વારા પાંચ વર્ષ માટે ફિક્સ પગારની સેવામાં જોડાયેલ હોય તેવા નગરપાલિકાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને નીચે મુજબના ઠરાવ પ્રમાણે નવા સુધારા મુજબ પગાર વધારો થયેલ નથી.

    તેથી તા. 18/01/2017 ના નાણા વિભાગનાં ઠરાવ ક્રમાંક :ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-૨/ઝ.૧ મુજબ ફિક્સ પે કર્મચારીઓને પગાર વધારો આપવા નમ્ર વિનંતી .

    આ અંગે યોગ્ય કરવા મારી નમ્ર વિનંતી.

    આ રજુઆત આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી ગુજરાત સરકાર સુધી પહોંચાડવા વિનંતિ.
    આભાર....