Complaint વાલોડ- સુરત નવી બસ અને ટિકિટ મશીન આપવા બાબતે

  • GSRTC Customer Care, Complaints and Reviews - વાલોડ- સુરત નવી બસ અને ટિકિટ મશીન આપવા બાબતે
    VIRAL PRAJAPATI on 2023-10-28 16:24:40

    સવિનય સાહેબ શ્રી,

    ઉપરોક્ત વિષય બાબતે આપને જનાવાનુ કે અમારી જે વાલોડ-સુરત બસ છે જે સુરત વિભાગની બારડોલી ડેપોની બસ છે. જે ગણા સમય થી બગડી ગઈ છે . જે હજુ સુધિ સમારકામ થઇ ને આવી નથી. જેના લીધે દરરોજના કોઈ પણ બસ આપે છે અને તે બસનું કઈ નક્કી નહિ હોય અને ગમે ત્યારે બસ બગડી જાય છે. જેના કારણે બસમા બેઠેલા મુસાફરો દરરોજના વિદ્યાર્થીઓ અને દરરોજ નોકરી પર જતા મુસાફરોને મુસાફરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમને રસ્તામા ઉતારી દેવામાં આવે છે અને બીજી બસમાં જવું પડે છે. જેથી વિદ્યાર્થી મુસાફરનો અને નોકરી કરતા મુસાફરનો સમય બગડી જાય છે. તેના કારણે સમયસર સ્કૂલ , કોલેજ અને ઓફિસે પહોંચી સકતા નથી.
    અમુકવાર તો બપોરના સમયનો ફેરો પણ રદ કરી દેવામાં આવે છે. જેથી બપોરના સમયે સુરત થી વાલોડ આવે છે અને ત્યાંથી ઉતરીને મુસાફર તેમના ગામડે જવાનું રહેતું હોય છે તેને પણ તકલીફ પડે છે અને તે વાલોડ સુધી આવી ને પછી એમને ગામડે સુધી સમયસર પહોંચી સકતા નથી. અમુકવાર એવી બસ આવે છે કે જે બારડોલી ડેપો માંથી નીકળી ને હજુ વાલોડ સુધી જાય એ પહેલા જ બગડી પણ જાય છે નહિ તો સુરત જતા બગડી જાય છે. આવી રીતે ધણી વાર બસ બગડી ગઈ છે.
    જે ટિકિટ મશીન છે તે પણ બરાબર નથી આવતા અમુકવાર ચાલુ ગાડીમાં બગડી જાય છે. જેના લીધે ટિકિટ નીકળતી નથી અને મુસાફરને ઉતારી દેવામાં આવે છે અને બીજા ટિકિટ મશીન આપે તે પણ સમારકામ કરીને આપે તે પણ બગડી જાય છે. અમુક વખતે ટિકિટ મશીન બગડેલું હોવાથી બસ મોડેથી આવે છે નહી તો ફેરો રદ કરી દેવામાં આવે છે. કેમકે જ્યાં સુધી ટિકિટ મશીન સરખું કરી ને નહિ આપે ત્યાં સુધી બસ પણ નહિ ઉપાડે.
    જેના કારણે ઘણા બધા વિદ્યાર્થી મુસાફરો અને દરરોજના નોકરી કરતા મુસાફરો ને વાલોડ થી સુરત અને સુરત થી વાલોડ આવવામાં ધણી તકલીફ પડે છે. જયારે બારડોલી ડેપો માં કહ્યું કે એક સારી બસ આપો અને સારું મશીન આપો ત્યારે એમના તરફ થી કહેવામાં આવ્યું કે બીજી કોઈ બસ નથી અને ટિકિટ મશીન પણ બધા સુધારી નેજ આપીયે છે નવા બીજા કોઈ નથી.
    આપને વિનંતી કરીએ છીએ જે અમને મુસાફરને મુસાફરી કરવામાં તકલીફ થાય છે તેનું નિવારણ માટે અમને વાલોડ - સુરત ના રુટ પર એક નવી વ્યવસ્થિત બસ આપો અને નવું ટિકિટ મશીન વ્યવસ્થિત આપો. સમયસર બધા જે રુટ છે તે ચલાવો જેથી દરરોજના જે વિદ્યાર્થી અને નોકરિયાત મુસાફરોને મુસાફરી કરવામાં તકલીફ નહિ પડે.

    આપનો વિશ્વાસુ
    વાલોડ - સુરત બસના મુસાફરો