Complaint  અમદાવાદ જિલ્લાનાં ધોળકા શહેર વિસ્તારમાં મંજુરી વગરના, ગેરકાયદેસર, બિનધિકૃત બાંધકામો દૂર કરાવવા માટે ના. હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ.

  • Sandesh News paper Contact Number -  અમદાવાદ જિલ્લાનાં ધોળકા શહેર વિસ્તારમાં મંજુરી વગરના, ગેરકાયદેસર, બિનધિકૃત બાંધકામો દૂર કરાવવા માટે ના. હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ.
    ketankumar laxmanbhai parmar on 2022-02-24 08:22:28

    અમદાવાદ જિલ્લાનાં ધોળકા શહેર વિસ્તારમા છેલ્લા ઘણા સમય થી ગેરકાયદેસર દબાણો અને બાંધકામોનો રાફડો ફાટ્યો છે. નગરપાલિકા તંત્રના જવાબદાર અધિકારીઓ પણ આવા ગેરકાયદેસર બાંધકામો બાબતે આંખ આડા કાન કરતા હોવાથી અરજદારંની કાયદેસરની રજુઆત સંદર્ભે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. બનાવની વિગત એવી છે કે સાંઇ એવન્યું કોમ્પ્લેક્ષ, મલાવ રોડ, મલાવ તલાવ પાસે, જોરાવર બંગલો સામે, ધોળકા એસ.ટી. સ્ટેન્ડ નજીક મોટા પાયે ગેરકાયદેસર બાંધકામ થયેલ છે. જેનો ખુલાસો આર.ટી.આઇ હેઠળ મળેલ માહિતીમાં થયેલ છે. સદર કોમ્પ્લેક્ષ ગેરકાયદેસર હોવાની આર.ટી.આઇ હેઠળ માહિતી મળતા લેખિત ફરિયાદ તા. 26/11/2018 નાં રોજ દાખલ કરેલ છે. સદર કોમ્પલેક્ષ ઐતિહાસિક સ્થળ મલાવ તળાવથી 100 મીટર અને 200 મીટરની બાંધકામ નિયંત્રણની પ્રતિબંધિત હદમાં આવતું હોવા છંતા નિયમાનુસાર પુરાતત્વ ખાતાની બાંધકામ માટે મંજુરી મેળવેલ નથી. આ બાબતે તા.03/12/2018 ની લેખિત ફરિયાદ પુરાતત્વ ખાતા, વડોદરાને કરેલ છે. સદર કોમ્પલેક્ષની બાંધકામ પરવાનગી ન હોવા છંતા સમગ્ર કોમ્પ્લેક્ષની તમામ દુકાનોને ભ્રષ્ટાચાર આચરી વીજ જોડાણ આપવામાં આવેલ છે. વીજ જોડાણમાં પણ લોડ વધારો મંજુર કરાવ્યા સિવાય એ.સી જેવા ભારે લોડવાળા ઇલેકટ્રોનિક ઉપકરણો વાપરવામાં આવે છે. જેનાં પરિણામે ટ્રાન્સફોર્મર પર લોડ વધતા તેમાં આગ લાગી – ટ્રાન્સફોર્મર ફાટવાની પુરેપુરી શક્યતા રહેલી છે. કોમ્પ્લેક્ષમાં મોટી હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ અને મોટા પ્રમાણમાં લોકોની અવર – જવર હોવાથી મોટી જાનહાની થવાની શક્યતા છે. સરકારશ્રીના નિયમાનુસાર બી.યુ. પરમીશન વગર કોઇ પણ બિલ્ડીંગનો વપરાશ કરી શકાતો નથી. આ બાબત નગરપાલિકાના અધિકારીઓ જાણતા હોવા છંતા કોઇ કાર્યવાહી કરેલ નથી. સદર કોમ્લેક્ષમાં ફાયરસેફ્ટીની નિયમાનુસાર સુવિધા નથી. તેનું ઇન્સ્પેક્શન થયેલ નથી. કોમ્પ્લેક્ષમાં મોટી હોસ્પિટલ આવેલ છે. ત્યાં હવા – ઉજાસ પણ બરાબર નથી, તેમાં જવા – આવવા રસ્તા સાંકડા હોવાથી આગ અને અન્ય કારણોસર જાનહાનિમાં તાત્કાલિક સહાય મળે તેમ ન હોવાથી આ બાબતે ગુજરાત ફાયર સેફ્ટી અધિનિયમ -2013 મુજબ કડક કાર્યવાહી કરવાની થાય સદર કોમ્પ્લેક્ષનું બાંધકામ પરવાનગી વિનાનું હોવા છંતા “ આયાત “ નામની મોટી હોસ્પિટલ ચલાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવેલ છે. હોસ્પિટલની મંજુરી આપવની જોગવાઇઓનો ભંગ થયેલ જણાય છે. જે ખુબ જ ગંભીર બાબત હોય છે. આ બાબતે જાણીતા સામાજિક કાર્યકર અને આર.ટી.આઇ એક્ટીવિસ્ટ અરજદાર શ્રી કેતનભાઇ પરમાર દ્વારાકલેક્ટરશ્રી અને સરકારશ્રીને વિવિધ કક્ષાએ રજુઆત કરવા છંતા ભ્રષ્ટાચાર મા સામેલ તંત્ર દ્વારા કોઇ પગલા ન લેવાતા સાંઇ એવન્યુ કોમ્પ્લેક્ષ , સાઇ એવન્યુની બાજુમા નવુ બાંધકામ, બાલાજી પાર્ક જેવા ગેરકાયદેસર બાંધકામો બાબતે ના. ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી તા. 01/04/2022 ના રોજ રાખેલ છે.