Complaint વાઘોડિયા દેવડેમ સિંચાઈ નહેર નું સમારકામ કરવા બાબત

  • List of MP(Members of Parliament) The 17th Lok Sabha in Bihar Contact Number And Address 3 - વાઘોડિયા દેવડેમ સિંચાઈ નહેર નું સમારકામ કરવા બાબત
    VASAVA MAHENDRA RAMANBHAI on 2021-11-30 17:03:41

    આદરણીય સંસદસભ્ય શ્રી, વિષય: વાઘોડિયા દેવ સિંચાઈ નહેર નું સમારકામ કરવા બાબત.

    જય ભારત સાથે જણાવવાનું કે, દેવડેમ સિંચાઈ નહેર વાઘોડિયા તાલકાના રૂમીપુરા ગામ પાસે આવેલ ઝીરો નંબર થી દન્ખેડા ગામ સુધી અંદાજે ૧૦કિલોમીટર સુધી ની લંબાઈ ધરાવે છે તે ઉપરાંત નાની – નાની માઇનોર નહેર જે ખૂણા-ખૂણા ના ખેતર સુધી સિંચાઈ નું પાણી પહોચાડે છે, જે છેલ્લા ૨૦ વર્ષો થી બિસ્માર તેમજ દયનીય અવસ્થા માં છે, એટલે કે અળધો અળધ નહેર માટી થી પુરાઈ ગઈ છે, ઠેક-ઠેખાણે તૂટી ગઈ છે,તે ઉપરાંત ઝાડી ઝાંખરા ઉગી ગયા છે, નહેર નું અસ્તિત્વ જ સમાપ્ત થવાના આરે છે. દેવ ડેમ સિંચાઈ નહેર થી વાઘોડિયા તાલુકા ની ગોરજ, સંગાડોલ,અને ઘોડાધરા એમ ત્રણ ગ્રામ પંચાયત ના ૧૫ કરતા પણ વધારે ગામ ના ૧૦ હજાર જેટલા ખેડૂતો છેલ્લા ૨૦ વર્ષો થી સિંચાઈ ના પાણી થી વંચિત છે, કૃષિ પ્રધાન દેશ માં અમારા વિસ્તાર ના ૧૦ હજાર કરતા વધારે ખેડૂત પરિવાર ને સિચાઈ ના પાણી માટે વલખા મારવા પડે આ બાબત અસહનીય છે, આ માટે ની રજૂઆત ગામલોકો એ ઘણીવાર સેવાસેતુ કાર્યક્રમ માં અને ધારાસભ્ય શ્રી ને કરી ચુક્યા છે, પરંતુ આશ્વાશન સિવાય અમને કશું મળ્યું નથી, આ બાબતે તમે કોઈ અધિકારી ને પૂછશો તો તમને જવાબ મળશે સિંચાઈ નું પાણી તો અમે આપીએ જ છીએ,પરંતુ હકીકત એ છે કે રૂમીપુરા ગામના ઝીરો નંબર થી આગળ પાણી આવતું જ નથી , અને કદાચ આવે છે તો એક વીંઘા ને પિયત આપતા બે દિવસ નીકળી જાય છે, તેનાથી બીજા બધા ખેડૂત ના પાક સુકાઈ જાય છે.સિંચાઈ નું પાણી રવિ પાક, ઉનાળુ પાક માં ન મળવાને કારણે માત્ર ચોમાસું પાક પર નિર્ભર રહેવું પડે છે આ કારણે મોઘા બિયારણ, મોઘા ખાતર લાવતો ખેડૂત નિરાશ થતો જાય છે, ખેતી કરવા માટે ખેડૂત બિયારણ, ખાતર ,જંતુનાશક દવા લાવવા માટે વેપારી પાસે વ્યાજે, કા કોઈક ની પાસે ઉછીના અને ક્યાય ના મળે તો એકાદ ઘરમાં પડેલું પત્ની નું ઘરેણું મુકવા મજબુર બને છે, અને ત્યાય વ્યાજ તો તેને ભરવું જ પડે છે, અથાગ મેહનત, પાક ને બગાડતા ભૂંડ ભગાડવા ઘણી રાતો ના ઉજાગરા,ત્યાર બાદ ચોમાસું પાક બજાર માં વેચવા આવે, વેચ્યા બાદ ખેડૂત ના હાથમાં જે રકમ આવે તે જેની પાસેથી લીધા હોય તેને વહેચતા, એની પાસે બાળક ના એક જોડ કપડા લેવાના પણ પૈસા બચતા નથી, આ હકીકત છે અને આ બધા ને ખબર છે, છતાય અન્નદાતા માટે સરકાર, સમાજ,અધિકારી પોતાનું યોગદાન આપવા અસમર્થ છે, ખેડૂત માટેની સરકારશ્રી ની યોજનાઓ અન્નદાતા માટે નારીયેળી ના ઝાડ પર લટકતા નારીયેલ સામાન છે, તેને જોઈ તો શકે છે, પરંતુ તેને તોડવું ખુબ કઠીન છે આટલું વાચતા બુદ્ધિજીવી વર્ગ કહેશે સરકાર ખેડૂત ને ખેતી કરવા ક્રોફ લોન આપે જ છે, પરંતુ ૮૦ ટકા કરતા વધારે ખેડૂત, ખેડૂત છેજ નથી , કારણ સાત- બાર માં નામ ચઢાવવા અને કમી કરવા નો પ્રોસેસ લોઢા ના ચણા ચાવવા સમાન છે, જેના કારણે જમીન હજી પણ બાપ દાદા ના નામે મતલબ ત્રીજી પેઢી ના નામે છે, અને સાત બાર માં જો ભાણીયા ના નામ હોય તો તેને કમી કરવા સ્ટેમ્પ ડયુટી ભરવી પડે છે, મતલબ ભાઈ -ભાઇ વચ્ચે જમીન વહેચવાની પેપર વર્ક કામગીરી ની પણ સરકાર રકમ વસુલે છે, આ દુખ જનક બાબત છે, અને એટલો ખર્ચ કરવા ખેડૂત સક્ષમ હોતો નથી, જેના કારણે તેની વારસાઈ થઇ શકતી નથી, અને સાત બાર માં વધારે નામ હોવાના કારણે તેને બેંક ક્રોફ લોન આપતી નથી.આ મુખ્ય કારણ છે કે અન્નદાતા ઉછીના. વ્યાજે રૂપિયા લઇ દેવાદાર બનતો જાય છે. મારી ગ્રામપંચાયતની કોઈક નાની દુકાન માં જઈ સાંજના ૬ વાગ્યા પછી માત્ર ૧૦ મિનીટ ઉભા રહેજો ત્યાનું ચિત્ર તમારી આંખો માં આંસુ લાવી દેશે, એકાદ બાળક કે સ્ત્રી વાડકામાં થોડુક અનાજ લઈને આવશે, એ અનાજ વજનકાંટા માં નાખશે. અને દુકાનદાર ને કહેશે કેટલા નું થયું ? ત્યાર બાદ બોલશે ,૨૦ રૂપિયા નું તેલ અને ૧૦ રૂપિયા નું મરચું આપજો. આટલી દયનીય સ્તિથિ માં છે અન્નદાતા અને ખેતીકામ કરતો મજુર. અને કોઈ એકાદ બીજો એ દુકાન માં આવશે અને ૧૦ રૂપિયા ખાંડ અને ચાની પડીકી માગશે, સવાર માટે, અને કહેશે આજે મજુરી મળી નથી, લખી દેજો, કાલે મળશે એટલે આપી દઈશ. આ વ્યથા મોઘા સોફા માં બેઠા બેઠા TV જોતા વ્યક્તિ માટે સમજવી થોડીક કઢીન જરૂર છે, પરંતુ પણ એ નારીયેળી પર લટકતા નારીયેલ જેટલી કઠીન તો નથી જ, સસ્તા અનાજ ની દુકાન માંથી મળતું અનાજ માંથી એક મહિનાના ૩૦ દાડા કાઢવા મુશ્કેલ છે, આ પરીસ્તીથી છે અમારા ગામો ની. આવી સ્તિથી માં ચોમાસું પાક પર નિર્ભર રહેતા અન્નદાતા ને એકાદ વરસ ડાંગર ના પાકે ને તો ગામ ની દુકાન માં આખું વરસ ૨૦ રૂપિયા લઈને પાંચસો ગ્રામ ચોખા લેવા જવું પડે છે. આટલી વિષમ પરિસ્તીથી માં જીવતો અન્નદાતા પોતાના ઘર ,માં એકાદ પ્રસંગ ના ખર્ચ ને પહોચી વળવા પોતાની માતા સમાન ખેતર ને ગીરવે મુકવા મજબુર બને છે, તે ઉપરાંત દવાખાના ના મોઘા ખર્ચા ને પહોચી વળવા પણ પોતાનું ખેતર ગીરવે મુકતો હોય છે, હવે આપણ ને એવો વિચાર આવશે કે સરકાર આક્સ્મિક દવાખાના ના ખર્ચ ને પહોચી વળવા સવાસ્થ્ય વીમો તો આપે જ છે, છતાં પણ સર્વે કરશો તો ખબર પડશે એવા ઘણા પરિવાર મળી આવશે કે જેમને પોતાના સંતાન ના મેડીકલ ખર્ચા ઓને કારણે પોતાના ખેતર ને ગીરવે મુકેલા છે અને એટલી મોટી રકમ ની વ્યવસ્થા ન થવાને કારણે વર્ષો વરસ તેમના ખેતર ને છોડાવી શકતા નથી, ફાટેલું તૂટેલું એકાદ કપડું પહેરેલો હળ ચલાવતો,કે બળદ ગાડું હાંકતો અન્નદાતા નો ફોટો સોશ્યલ મીડિયા માં તમે જોયો હશે જે હકીકત છે અને તેમને અત્યારે જો મદદ કરવા માં ન આવી તો આવનારા સમય માં ગામડું અને ખેડૂત બન્ને તમારા સંતાનો માટે “કલ્પના” બને તો નવાઈ નહી. આવી પરિસ્તીથી માં જીવતો અન્નદાતા તમારી પાસે વાડકી લઈને ભીખ માંગવા નથી આવતો, તેને કોન્ક્રીટ ના મકાન ની પણ આશા નથી, હજી પણ એને માટી થી બનેલા ઘર માં જ રેહવું છે,, આવાસ આવાસ ની બુમો પાડતા જનતા ના પ્રતિનિધિ હજી પણ ગામડા માં આટો મારી આવે તો માટી ના ઘર તેમને જરૂર જોવા મળશે.,ઉપર જણાવેલ તમામ બાબત સત્ય છે,જો તમને અસત્ય લાગતી હોય તો સ્વાગત છે તમારું અમારા વિસ્તાર માં. આવી વિષમ પરિસ્તિથી માં જીવતા ખેડૂત ને સિંચાઈ માટે પાણી મળવું જોઈએ,જેથી એ વરસ ના ત્રણ પાક લઇ શકે, મારી દરેક અધિકારી, જાગૃત નાગરિક, સંસદસભ્યશ્રી, ધારાસભ્ય શ્રી ને નમ્ર વિનંતી છે કે વાઘોડિયા દેવ સિંચાઈ નહેરનું નવીનીકરણ કરવા માં આવશે તો તે વિસ્તાર ના તમામ ખેડૂત ના મોઢા પર સ્માઈલ નહિ પરંતુ હરખ ના આંસુ આવશે, તેમના બાળકો તમને દુઆ આપશે. તમારો કિંમતી સમય કાઢી વાચવા બદલ અન્નદાતા તમને નમન કરે છે. લિ. અન્નદાતા ગામ.નાર્સીહ્પુરા, તા.વાઘોડિયા મો.. ૮૩૪૭૮૦૦૫૬૦

    To

    ---------- Forwarded message ---------
    From: vasava mahendra
    Date: Mon, Nov 29, 2021 at 5:26 PM
    Subject: વાઘોડિયા દેવ સિંચાઈ નહેર નું સમારકામ કરવા બાબત.
    To:

    આદરણીય સાહેબ શ્રી, વિષય: વાઘોડિયા દેવ સિંચાઈ નહેર નું સમારકામ કરવા બાબત.