Complaint બસ ચાલુ કરવા બાબત

  • GSRTC Customer Care, Complaints and Reviews - બસ ચાલુ કરવા બાબત
    Vimal prajapati on 2021-02-03 16:54:36

    આદરણીય સાહેબ,
    સવિનય સાથે જણાવવું કે કોરોના અને લોનકડાઉન દરમિયાન અમારા ગામ પેપળુંમાં આવતી તમામ બસો સ્થગિત કરવામાં આવી હતી, અને એ વ્યાજબી પણ હતું પણ હવે તો લગભગ તમામ સેવાઓ ચાલુ થઈ ગઈ છે અને બસો પણ ચાલુ કરવામાં આવી ગઈ છે છતાં પણ અમારા ગામમાં એક પણ બસ ચાલુ કરવામાં આવી નથી. અમારા ગામમાં પહેલા બસ સવારે 9 વાગે આવતી , એક બપોરે 3 વાગે આવતી, સાંજે 5 : 30 વાગે પણ બસ આવતી અને રાત્રે 8 વાગે આવતી તે રાત્રી રોકાણ માણકી કરી સવારે 6 વાગે ગામમાં આવતી પણ હાલ કોઈ બસ ગામમાં આવતી નથી. સ્કૂલો અને કોલેજો ખુલી ગઈ જેથી વિદ્યાર્થીઓ ને આવવા-જવામાં પણ તકલીફ પડે છે તથા ગામ જનો ને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે.
    જેથી વહેલી તકે આપશ્રી બસ ચાલુ કરવા માટે અમારી વિનંતીને ધ્યાનમાં લેશો એવો અમોને વિશ્વાસ છે.

    આપના વિશ્વાસુ
    સમસ્ત વિદ્યાર્થીઓ તથા ગામજનો