Complaint મહુવાથી મોટા કણકોટ રુટ પર ચાલતી બસની ભારે અનિયમિતતા

  • GSRTC Customer Care, Complaints and Reviews - મહુવાથી મોટા કણકોટ રુટ પર ચાલતી બસની ભારે અનિયમિતતા
    BHALIYA GHANSHAYAM on 2020-03-08 18:50:03

    પ્રતિ
    સાહેબ શ્રી
    એસ.ટી.નિગમ

    વિષય:- મહુવાથી મોટા કણકોટ આવતી બસની ભારે અનિયમિતતા બાબત.


    જય ભારત સાથે જણાવવાનું કે અમારા ગામમાં એસ.ટી.બસ ની સુવિધા મુસાફરો અને વિધ્યાર્થીઓ માટે મૂંઝવણરૂપ સાબિત થાય છે. તા. 29/02/2020, 04/03/2020, 05/02/2020, 06/02/2020 આટલા દિવસ અમારા ગામમાં બસ આવી નથી. અને જ્યારે આવે ત્યારે અનિયમિત ટાઈમે આવે છે.આ તો ફક્ત આ અઠવાડીયાનો જ ડેટા છે પણ દર અઠવાડીયે આવા જ ધાંધિયા હોય છે. અમે વિધ્યાર્થીઓએ પાસ કઢાવેલ છે પણ બસ નથી આવતી અને આવે તો અનિયમિત આવવાથી અમારે સ્કૂલે પહોંચતા બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અમારે છુટાંછવાયાં વાહનમાં જવુ પડે છે તેથિ આવવા-જવાનું ભાડુ પણ વધી જાય છે. મહુવા બસ ડેપોમાં કોલ કરીને પુછીએ કે અમારા ગામમાં બસ કેમ નથી આવી તો એવો જવાબ મળે છે કે મહુવાથી મોટા કણકોટ રુટની બસ પહેલુ સ્ટોપ મોટા જાદરાથી પાછી વળી જાય છે આગળ નહી આવે. બસ નંબર GJ-18-Z-0689 મીની બસ છે. તો આપ શ્રી ને નમ્ર વિનંતિ છે કે વિધ્યાર્થીઓ અને મુસાફરો સૌનું હિત ધ્યાને લઈ મહુવાથી મોટા કણકોટ રુટની બસ દરરોજ સવારે આવે અને નિયમિત ટાઈમે આવે એવી વ્યવસ્થા કરી આપશો જી.

    લી
    ભાલીયા ઘનશ્યામ
    (મહુવા આઇ.ટી.આઇ. તાલિમાર્થી)